બ્રેકપથી કેમનું બચવું?
બ્રેકપથી કેમનું બચવું? (How to avoid breakup)
(આ લેખ ફક્ત લગ્ન
વગરના સંબંધ માટે છે, પરણિત લોકો અમલ
કરવા જાય તો કદાચ જોઈતું પરિણામ ન પણ મળે.)
કોનું બ્રેકપ
થવાનું છે કોને ખબર? તે વ્યક્તિને
પોતાને પણ ના ખબર હોય કુંવારાપણું એની વાટ જોઈને ઉભુ હશે. પ્રિયપાત્રને ઘડિયાળ ભેટ આપી હોય અને એ જ ઘડી તેમના સંબંધની
અંતિમ ઘડી બની જાય. કોને ખબર? જો તમને લાગતું
હોય કે મારો સંબંધ અનિશ્ચિત છે તો ચોક્ક્સ
ચેતી જવું જોઈએ અને સંબંધ પર કામ કરવાનું શરૂ કરી દેવું જોઈએ.
બ્રેકપથી બચવા શું કરી શકાય? એ પ્રશ્ન પર આવતા પહેલા જાણી લઈએ તમારા અને
(તમારા) પ્રિયપાત્રના સંબંધમાં તમારું શું સ્થાન છે? દરેક સંબંધમાં કોઈ એક પાસે સત્તા હોય છે. એને સર્વોચ્યતા/ચઢિયાતું/પિતૃપ્રધાન કહી
શકાય. (ઉચ્ચતા માટે બીજો યોગ્ય સમાનાર્થી શબ્દ મળ્યો નહીં માટે પિતૃપ્રધાન લખ્યું) આ પાવર મુજબ તે વ્યક્તિ બાંધછોડ રાખી શકે છે, મનમાની કરી શકે
છે. બંને માટે સ્વ નિર્ણય લઈ શકે છે. જો તે બે વ્યક્તિ મોડર્ન/શહેરી હોય, “સ્ત્રી-પુરુષ સમાનતા”માં માનતા હોય, તેમના સંબંધમાં
પણ આવું જ હોય છે, તેમાંથી એકને
એવું લાગતું હોય છે કે બંને સમાન છે અને બંને એકબીજાના અભિપ્રાયને માન આપી સાથે
નિર્ણય લે છે પણ હકીકતમાં કોઈ એક પાસે વધુ
સત્તા હોય છે.
જેને એવું લાગે છે સંબંધમાં બંને સમાન છે, તે જ વ્યક્તિ મોટાભાગે સત્તાધારી નથી હોતા.
જો તમારું પાત્ર તમારા સાથે બ્રેકપ કરવાનું વિચારી રહ્યું
છે તો બની શકે તમારી પાસે સત્તા ના હોય અને કદાચ હોય પણ શકે. તમારા સંબંધમાં તમારી
પાસે સત્તા હોય તો સત્તાના જુનુનમાં પ્રિયપાત્રની લાગણી પ્રત્યે એટલા પણ નાસમજ કે
અજ્ઞાની ન થઈ જાવ કે તેને તમારો સ્નેહ ઓછો પડી
જાય. જો તમારા પ્રિયપાત્ર પાસે સત્તા છે તો તમે એમના જીવનમાં ન્યૂનતમ બનીને ના
રહેશો. જેમ કે, પ્રેમ કરવાપૂર્વક
અથવા સાથે કેટલીક ક્ષણો માણવા સુધી જ સીમિત ન રહેવું. તમે એના માટે અગત્ય છો, તમારા અસ્તિત્વથી તે સારી રીતે વાકેફ છે એની ખાતરી
હોવી જોઈએ. The Family
Man 2 વેબ સિરિઝમાં સંવાદ આવે છે "Don't be a minimum guy!" મનોજ બાજપાઈનો
બોસ તેને સતત આ વાક્ય સંભળાયા કરતો હોય છે. મનોજ આ વાક્યથી કંટાળી જાય છે કારણ તે minimum guy હોતો નથી.
તેનામાં દેશને બચાવા સુધીનું સામર્થ્ય હોય છે, તે આતંકવાદીઓને હંફાવી નાખવાની ક્ષમતા ધરાવતો હોય છે. તો
જ્યારે એનો બોસ ઓફિસમાં નાની અમથી વાતમાં ભાષણ આપી દે તો ગુસ્સો આવી
જાય છે. એક રીતે તેનો બોસ સાચો છે. એવા લોકો માટે જેઓ પાસે તેમના સંબંધમાં સત્તા
નથી. તેમને મહત્તમ બનવું પડશે. અન્યથા તેમને રીપ્લેસ કરવા સરળ છે.
બ્રેકપથી કેવી રીતે બચશો?
૧.વધવું-વિકસવું. ઉત્તમ માણસો પોતાના
જીવનમાં સિદ્ધિઓ હાંસલ કરે છે, નામાંકીત અને
મહાન બને છે, એમણે તે પદ સુધી
કેવી રીતે પહોંચ્યા હશે? સતત તેમના હેતુ
અને ધ્યેય પર કામ કરવાથી. ચોવીસ કલાક ફક્ત ધ્યેય પ્રાપ્ત કરવા અંગેના જ વિચાર. આ
બાબત તેમની સફળતામાં ભાગ ભજવે છે. તમારા સાથી સાથે હરવા-ફરવા, પ્રેમ કરવા સુધી
જ સીમિત ના રહો. તમારા અને એના દરરોજના કાર્યોમાં
એકમેકનો અંશ હોવો જોઈએ. હા,
અઘરું છે. કદાચ
એવું લાગે કે તમે બહુ ચેપી થઈ રહ્યા છો. તેની સ્પેસમાં ઘૂસી રહ્યા છો પણ એટલું પણ
ઘુસવાનું નથી. એકબીજાના કાર્યમાં સામેનાનો અંશ હોવો જોઇએ. તેમનો નિવેશ અથવા તમારા
તરફથી સૂચનોની આપ-લે થવી જોઈએ. બંનેને જાણકારી હોય શું યોજના છે અને આગળ શું પગલાં
લેવાના છે તો પણ ઘણું.
આટલી જાણકારી લેવામાં તમે ચેપી નહીં બની જાવ કે ના તમે એમની સ્પેસ્માં ઘૂસી રહ્યા
છો. પ્રેમમાં આટલું જાણવું તો તમારી જવાબદારીમાં આવે છે. જો તે કો-ઓપરેટ ના કરે તો તમારે એલર્ટ થવું જોઈએ. એનામાં કઈક
પ્રોબ્લમ છે.
૨.I love you કહેવાનું છોડી
દો- સંબંધમાં વારેવારે I
love you, I miss you જેવા વાક્યો કહેવાથી
શબ્દોનો ભાર હળવો
થઈ જાય છે. જો તમે તે શબ્દો લખવા ખાતર લખી નાખો છો
અથવા બોલવા ખાતર, ઔપચારિકતા માટે બોલી નાખો છો તો તે શબ્દો હલકા થઈ જાય છે અને જ્યારે
એની જરૂર લાગશે કે તમારું મન તમારા પાત્રને I love you કહેવા માંગે છે, તમે ખરેખરમાં એને મિસ કરતાં હશો અને તમે I Miss You કહેશો તો કદાચ એને લાગી શકે કે તમે અમસ્તા જ કહી રહ્યા છો. Formality માટે. I love
you કે I
Miss You ત્યારે જ બોલો
જ્યારે તમે મનથી કહી રહ્યા હોવ. સંપૂર્ણ ભાવ સાથે. આ ત્રણ શબ્દોમાં બહુ જ તાકાત
છે. એને રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈ ચવાઈ
ગયેલી ચ્વિંગ ગમ જેમ ફીકા ના કરશો.
૩.અન્વેષણ-વિવેચન- તમારા સાથીના ભણતર-કારકિર્દીમાં જીવંત રસ લેવો. તે
કઈ દિશામાં આગળ વધે છે? સાચા પથ પર છે કે નહીં? આ જાણવું જરૂરી
છે. આ બાબત દેખાડે છે તમે એની કેર કરો છો. તેનું ભણતર અને કારકિર્દી તમારા માટે પણ
મહત્વનું છે. આવું જાણવા તમારે હોંશિયાર બનવું પડશે, જાણકારો પાસે સલાહ સૂચન લેવું પડશે. તેમના માટે
પરિશ્રમ ઉઠાવશો ત્યારે સંબંધ દ્રઢ બનશે.
૪.સાંભળવાના પૈસા: મનોવિજ્ઞાનમાં
એક વિષય આવે છે સલાહ(Counselling). સલાહકારોના કાર્યનું પ્રથમ સોપાન છે: સાંભળવું. સલાહકારોને સાંભળવાના પૈસા
મળે છે. તો તમે સમજો કોઈને સાંભળવું એક કળા/આવડત છે. બધા જ લોકો સારા સાંભળનાર-શ્રોતા
નથી હોતા. માટે જ મોટાભાગના લોકોના સંબંધમાં સમસ્યા વધે છે. શરૂઆતમાં તમારા પ્રિયવ્યક્તિની
વાતો ફિઝૂલ કે કંટાળાજનક લાગી શકે પણ જેટલું તમે સાંભળતા જશો એટલા વિચારો વૃદ્ધિ પામશે.
આગળ જતાં તમારી વાતચીતના મુદ્દા પણ વિશેષ અને બૌધિક બનવાના. એવું થવું જોઈએ જો તમે
વાતચીતના મુદ્દાઓ પર વિચારશો. ફક્ત તમારા પ્રિયપાત્રને ધ્યાનથી સાંભળશો એ પણ પૂરતું
છે. જરૂરી નથી કે તેની બધી જ વાતો તમારા કામની હોય અથવા તમને ગમે અથવા તો કશા લેવાદેવા
હોય. બસ, શાંતિથી સાંભળો. જો એટલું કરશો તો પણ બ્રેકપથી બચી જશો.
તમારું બધુ જ ધ્યાન એમની વાત પર છે, એવા અનુભવથી તમે એમની નજરોમાં
ખાસ બની શકો છો. એક વિડીયો સોંગમાં કહે છે: “बस मेरे आगे अपनी ही, तू बात करा कर |” એવું બધુ નહીં માનવાનું.
જેમની તમે કદર કરો છો એમને સાંભળવાના. લોકો પૈસા આપી સલાહકાર પાસે જાય છે. કે કોઈક
એમને સાંભળે. તમારી પાસે એ “કોઈક” છે તો એને સાંભળો અને દિલ ખોલીને તેમની સાથે વાત
કરો. તો કદાચ ભવિષ્યમાં લગ્ન સલાહ (Marriage
Counselling) કે વ્યક્તિગત સલાહ(Personal Counselling)ની જરૂર ના પડે.
આના સીવાય પણ ઘણું છે, પાત્ર પર વિશ્વાસ
મૂકવો, રોક-ટોક ન કરવી, શક ન
કરવો વગેરે. એવું બધુ મૂળભૂત છે. તમારો સંબંધ એનાથી પર થયો હોય તો ઉપરના મુદ્દા
કામ લાગશે. જો આટલા સુરક્ષાના પગલાં ભર્યા પછી પણ તે તમને છોડી દે. બ્રેકપ થાય
તો બહુ દુઃખી ના થવું. એમ સમજવું જીવનના સફરમાં તે વ્યક્તિ ઉતારું હતા. પોતાનું
સ્ટેશન આવતા ઉતરી ગયા. એક ફિલસૂફી યાદ રાખવી: “ચાલ્યા કરે જીવન છે.” કિસ્મતમાં કઈક બીજું લખ્યું હશે તમારા માટે.
પોતાને દોષ ન આપતા. કદાચ એનામાં નબળાઈ હોય શકે.
- કીર્તિદેવ

Comments
Post a Comment