લફરું કરતી વખતે શું ધ્યાનમાં રાખશો અને જો લફરું કરતાં પકડાઈ જાવ તો તાત્કાલિક ધોરણે શું કરશો?
(આ લેખ મનોરંજન માટે છે , હું લફરા કરવાની તરફેણમાં નથી. આ તો કેટલાક વૈજ્ઞાનિક તથ્યો પરથી અને લફરાં જોયા પછી આવેલા વિચારો નીચે રજૂ કર્યા છે. ) ગામેગામ મહાનુભાવોની યશગાથા ગવાતી હોય છે , એમ ગામેગામ લફરા થતાં હોય છે. ઘરમાં , આડોશ-પાડોશમાં , કામના સ્થળે , રસ્તામાં વગેરે. કોઈપણ સ્થળે-પ્રસંગે કાંડ મંડાઇ જતું હોય છે. લફરાબાઝી કરવાનો જો ઇતિહાસ જોઈએ તો કોઈ ચોક્કસ સમય કહી ના શકાય પણ રાજાશાહી વખતે પુરુષો પાસે વધારે સત્તા હતી ત્યારે તેઓ લફરાંનો વિકલ્પ પસંદ કરી શકતા અને પછી ઘરમાં કંકાસ થતો. કંકાસ અટકાવા જ કદાચ દેવવાસી અને ગણિકાઓની વ્યવસ્થા એ સમયે પ્રચલિત થઈ હશે. ખબર નહીં. પણ ધીમે-ધીમે દેશ આગળ વધતો ગયો , વૃદ્ધિ થતી ગઈ અને પુરુષો પાસે જે વધારે સત્તા હતી. તે ઓછી થઈ ગઈ અને હવે સ્ત્રીઓ પાસે સમાન અથવા પુરુષ કરતાં વધારે સત્તા આવી ગઈ છે. માટે સ્ત્રીઓ પણ છાતી ઠોકીને છાનામાના લફરાં કરી શકે છે. આવા અવૈધ સંબંધમાં બહુ ધ્યાન રાખવું પડે એમ છે. તમારી પાસે જો પૂરતી સમજણ(સ્માર્ટનેસ) ન હોય તો પકડાઈ જવાની શક્યતા વધી જાય છે. લફરું કરતી વખતે શું ધ્યાન રાખશો ? એ જાણતા પહેલા પ્રથમ તો એ સમજીએ લફરું કરવાની જરૂર શા...