Posts

Showing posts from October, 2023

માસ્ટર ઓફ રિલેશનશિપ્સ (ફક્ત પુરુષો માટે)

Image
  માસ્ટર ઓફ રિલેશનશિપ્સ (ફક્ત પુરુષો માટે) ભારતમાં પુરુષો કરતાં સ્ત્રીઓના વધતાં જતાં વસ્તી ક્રમાંક સામે , એક એવરેજ કન્યાના મેસેજ સેક્શનમાં ચાલીસ - પચાસ છોકરાઓની અનસીન મેસેજ-રિકવેસ્ટ જોવા મળવી ચિંતાજનક છે. પુરુષોના સન્માન ખાતર મેં ફક્ત ચાલીસ-પચાસ લખ્યા. બાકી , સાચો આંકડો ક્ષોભજનક છે. મારી એક મિત્રાણીએ તેમનું મેસેજ રિકવેસ્ટનું સેક્સન બતાવીને કહ્યું “આટલા બધા નવરાઓના અકાઉન્ટ હેન્ડલનું નામ વાંચતાં પણ કંટાળો આવે છે , મેસેજ જોવાનો તો ટાઈમ જ નથી. હું તો ફોલો રિકવેસ્ટ પણ જોતી નથી. ” આ વાત એમણે મને લટાર મારતા-મારતા કીધી હતી. બોલો , મેડમને કોનો મેસેજ આવ્યો છે એ જાણવામાં પણ રસ નથી , તો પણ અઢળક પુરુષો એમને મેસેજ કરે છે. મેં મારી નજરે ૧૨૦૦ જેટલી મેસેજ રિકવેસ્ટ એના અકાઉન્ટમાં પેન્ડિંગ જોઈ હતી. એની પ્રોફાઇલ લોક હતી ‘ ને ફક્ત ૫૦૦ જેટલા ફોલોવર્સ.   આ હાલત થઈ ગઈ છે દેશના યુવાનોની. યુવતીનું ડીપી જોઈને ૧૨૦૦ રિકવેસ્ટ ભેગી થઈ જતી હોય તો ઓપન પ્રોફાઇલમાં શું ધોળકું ધોળ્યું હશે ? અને એવું નથી કે ઓનલાઈન જ યુવકો અધીરા બન્યા છે. ઓફલાઇન પણ એવી જ હાલત છે. યાર આખી ઓફિસમાં કે જિમમાં એક યુવતીને જ...