માસ્ટર ઓફ રિલેશનશિપ્સ (ફક્ત પુરુષો માટે)
ભારતમાં પુરુષો કરતાં
સ્ત્રીઓના વધતાં જતાં વસ્તી ક્રમાંક સામે, એક એવરેજ કન્યાના મેસેજ સેક્શનમાં ચાલીસ-પચાસ
છોકરાઓની અનસીન મેસેજ-રિકવેસ્ટ જોવા મળવી ચિંતાજનક છે. પુરુષોના સન્માન ખાતર મેં
ફક્ત ચાલીસ-પચાસ લખ્યા. બાકી, સાચો આંકડો ક્ષોભજનક છે. મારી
એક મિત્રાણીએ તેમનું મેસેજ રિકવેસ્ટનું સેક્સન બતાવીને કહ્યું “આટલા બધા નવરાઓના અકાઉન્ટ
હેન્ડલનું નામ વાંચતાં પણ કંટાળો આવે છે, મેસેજ જોવાનો તો ટાઈમ
જ નથી. હું તો ફોલો રિકવેસ્ટ પણ જોતી નથી.” આ વાત એમણે મને
લટાર મારતા-મારતા કીધી હતી. બોલો, મેડમને કોનો મેસેજ આવ્યો
છે એ જાણવામાં પણ રસ નથી, તો પણ અઢળક પુરુષો એમને મેસેજ કરે
છે. મેં મારી નજરે ૧૨૦૦ જેટલી મેસેજ રિકવેસ્ટ એના અકાઉન્ટમાં પેન્ડિંગ જોઈ હતી.
એની પ્રોફાઇલ લોક હતી ‘ને ફક્ત ૫૦૦ જેટલા ફોલોવર્સ.
આ હાલત થઈ ગઈ છે દેશના
યુવાનોની. યુવતીનું ડીપી જોઈને ૧૨૦૦ રિકવેસ્ટ ભેગી થઈ જતી હોય તો ઓપન પ્રોફાઇલમાં
શું ધોળકું ધોળ્યું હશે? અને
એવું નથી કે ઓનલાઈન જ યુવકો અધીરા બન્યા છે. ઓફલાઇન પણ એવી જ હાલત છે. યાર આખી
ઓફિસમાં કે જિમમાં એક યુવતીને જ બધા અટેન્સન કેમ આપે છે? હા, માની લીધું એ થોડી સારી દેખાતી હશે પણ બધાએ તો એને ભાવ ના આપવો જોઈએ ને? ક્યાં ગયા એ સેલ્ફ ડાઉટ અને પોતાને અંડરએસટીમેટ કરતાં પુરુષો, જે કન્યાને જોઈને જ પોતાને અયોગ્ય ઘોષિત કરી લે છે?
શું બધા સિગ્મા મેલ બની ગયા છે? દરેક ઓફિસમાં એકાદ છોકરી હોય છે, જેને ખબર છે છોકરાઓ કૂતરાની જેમ પૂંછડી હલાવતા એમને અટેન્સન આપશે. એના
લીધે તે મેડમનો ઇગો એમની હાઇટ કરતાં બમણો થઈ ગયો હોય છે. તો
પણ નાસમજ બચુડાઓ કહે તે સિરિયસ લૂકમાં મસ્ત લાગે છે. અલા એ સિરિયસ લુક તારા જેવા
જાંખનારાઓથી ચિડાઈને આવ્યો છે. ટિરિયન લેનિસ્ટરે કહ્યું એ વાત પર વિચારવા જેવુ છે:
“કેમ આપણને હંમેશા અયોગ્ય સ્ત્રી જોઈતી હોય છે?” પુરુષો
મિસડાઇરેકટેડ થઈ ગયા છે. એક ખોટી વ્યક્તિ પાછળ હેરાન થવા કરતાં એક યોગ્ય વ્યક્તિ
પાછળ અથવા પોતાના સાથી પાછળ આટલી લગની રાખે તો જીવન ખરેખર સુધરી જાય. ક્યાંક
ઓનલાઈન મેં વાંચ્યું હતું: “એક સાધારણ સ્ત્રી કા પ્યાર પાને કે લિએ ભી પુરુષ કો
અસાધારણ સિદ્ધિયા પ્રાપ્ત કરની હોગી.” કેટલું સાચું છે. કારણ
કે સાધારણ પુરુષો તો એવરેજ યુવતીના અકાઉન્ટમાં ૧૨૦૦ જેટલા પેન્ડિંગ પડ્યા છે. તો
શું અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરવી એટલું જ અઘરું છે? એક રીતે
તો નહીં.
આ કન્યાઓનો સાલસ
સ્વભાવ તરુણાવસ્થાથી જ છૂટી ગયો હોય છે. જેથી કોઈ ડિસન્ટ યુવક પણ અપરોચ કરે તો ફેક ટોક્ષિક બિહેવ બતાડી દે છે. હજુ
હું આ લેખના મુદ્દા પર નથી આવ્યો. મુખ્ય વાત પર આવતા પહેલા જરૂરી છે આપણે સમજીએ
તમે જે જાતિ સાથે ફ્લર્ટ કરવા જાવ છો તેને મન ઇન જનરલ તમારી શું હેસિયત છે.
એક ભાઈ અમારી ઓફિસમાં
નવો આવ્યો હતો. ક્યાંથી આવ્યો એ મહત્વનુ નથી. (તે રાજકોટનો હતો.) અમારા
ડિપાર્ટમેંટમાં આવી એક રૂપકડિ કન્યા હતી. ઓફિસના ૭૦ % આદમીઓ તે કન્યાથી ચકિત હતા. નવો આવેલો ભાઈ કોઈક ત્રીજા જ
ડિપાર્ટમેંટનો હતો. તેની જગ્યાથી વિરુદ્ધ દિશામાં, વચ્ચે ૬૦
કર્મચારીઓને અવગણી ઇંક્લુડિંગ એનું ડિપાર્ટમેંટ તે અમારા ડિપાર્ટમેંટની એક કન્યા
પાસે આવ્યો. કન્યાની આગળ અન્ય બે-ચાર જણ બેઠા હતા. એમને બધાને અવગણી, તે ભાઈ કન્યાની નજીક આવ્યો લેપટોપનું ચાર્જર માંગવા! આવા ભરેલા પડ્યા છે.
સામે જોઈને ઇગનોર મારે તો પણ અમ પુરુષોનું મન વિચલિત થતું નથી. આવો જ એક અન્ય ડિપાર્ટમેંટનો બાબલો અમારા ડિપાર્ટમેંટમાં આવતો એક કન્યાને
મળવા. યુવતી ના પાડી શક્તી નહીં. પેલો ભાઈ આવતો અને કન્યાને બોલાવતો. થોડીવાર તેના
ડેસ્ક પાસે ઊભો રહેતો. ઇમ્પ્રેસ કરવાના બેડોળ પ્રયત્ન કરતો અને જતો રહેતો. આવી જ રીતે
એક વાર તે આવ્યો અને તે કન્યાને પૂછ્યા વગર વાત-વાતમાં
તેણીની પાણીની બોટલ લીધી પીવા માટે. તેણીએ તરત બોટલ હાથમાંથી ખેંચી લીધી. બહાનું
કાઢતા બોલી મને શરદી છે. આ છોકરીઓ ખૂલે આમ કચરો કરી નાખે છે. છતાં, આવી કન્યાઓને અવગણતા કેમ નથી? ઉલ્ટાની અઢળક આદમીઓના
થોકડા બંધ મેસેજ અને ફ્રેન્ડ રિકવેસ્ટ સામાન્ય કન્યાઓનાં અકાઉન્ટમાં અકબંધ સડી રહી
હોય છે.
યુવતીઓને ઇમ્પ્રેસ
કરવાની સરળ અને સીધી વર્ષો જૂની ટ્રીક છે પણ કેમ અમ ડફોળ પુરુષોના મગજમાં નથી
ઘૂસતું? પૈસો, પદ અને ફિઝિક.
દુનિયામાં સારું દઈથરું લઈ જનારા કાગડાઓ આ ત્રણમાંથી એકાદ ઉપાધિ ધરાવતા હોય છે.
વારંવાર તમે જોયું હશે કોઈ રૂપિયાવાળો છોકરી લઈ જાય, કોઈ એન.આર.આઇ.
તમારી ગર્લફ્રેંડ છીનવી લે, કોઈ રૂપકડો/પાતળો/બોડી બિલ્ડર છપરી તમારી પત્ની સાથે લફરુ કરે. એકની એક વસ્તુ, વારંવાર ફરીને ફરી પુનરાવર્તિત થયા કરે છે. તો પણ કેમ પુરૂષોને સમજાતું
નથી? એ નથી તમ ગરીબને મળવાની, એ નથી તમ
નોનગવરમેંટ એમ્પ્લોયને કે દેસી પુરુષને પરણવાની. કે ના એ તમારા વાસ્તવિક દેખાવ પર
વારી જવાની. નથી આપડામાંથી ઘણા ક્યૂટ. તો એનો અર્થ એ નથી કે તમને પ્રેમ મેળવવાનો
હક નથી. પુરુષોએ ઊભી કરેલી આ સમાજ વ્યવસ્થામાં તમે સ્ત્રીઓ બે રીતે પામી શકો, પૈસાના મોભથી કા તો ઉચ્ચ પદથી. ફિઝિક વાળું થોડું અઘરું છે. અને એ માટે
તો હું કોઈ પુરુષને કહીશ પણ નહીં કે કોઈ સ્ત્રી માટે પોતાનો દેખાવ બદલો. કરવાનું જ
નહીં ક્યારેય. પેટ બહાર છે તો રહેવાનુ. અઠવાડીયાની બે ચાર પપ્પી માટે એના કહેવા
પ્રમાણે ખાવા પીવાનું? ઘરભેગી થા બેન. દેખાવડો નથી, હાઇટ નથી. એવું બોલે તો કહી દેવાનું એક્સેપ્ટ કર
જેવો છું એવો. પણ મિત્રો આવી ટણી કરવા માટે તમારા અન્ય પાસા મજબૂત હોવા જોઈએ. કબીર
સિંગ ત્યારે જ બનાય જ્યારે એની જેમ જિંદગીમાં કઈક ઉખાડ્યું હોય.
હવે, ઘણા પુરુષ કહે છે,
ભાઈ અમારે સિરિયસ રિલેશનમાં નથી આવવું, કેઝ્યુઅલ ડેટિંગ
કરવું છે. કેઝ્યુઅલ ડેટિંગ થોડું જટિલ છે પણ અશક્ય નથી. કરાય, આખી દુનિયા કરે છે પણ તમારી દુનિયામાં કરવા માટે સંજોગો થોડા કપરા છે.
કારણ તમારી સામે બીજા ૧૨૦૦ પુરુષ છે. જે એની ચેટ રિકવેસ્ટમાં
લાઇનમાં લાગેલા છે. તમારે એ ૧૨૦૦ આદમીઓથી અલગ તરી આવવાનું છે.
એની પણ ટ્રીક છે.
કેઝ્યુઅલ ડેટિંગ એક
લાયબીલીટી છે, તો જો એવા ખર્ચા ઉઠાવાની
ક્ષમતા હોય તો જ આ રસ્તે પડજો, બાકી,
ના પોસાતું હોય તો પણ ધરાર કેઝ્યુઅલ ડેટિંગ કરવા ના નીકળી પડતાં સિવાય કે તમારી
પાસે એવું ફિઝિક હોય. પણ જો તમે જાણો છો કે તમે એવા રૂપાળા નથી તો મારા મિત્ર કેસ
વગર ઐશ કરવી મુશ્કેલ છે. કેઝ્યુઅલ ડેટિંગમાં ચપળ બનશો તો છોકરી વધુ સમય સુધી તમને
ઇગનોર નહીં કરી શકે. જો તમને હસાવતા આવડતું હોય તો તમારી ગેમ આસાન છે. પણ જોજો એને
નથી હસાવાની. એવી ભૂલ ના કરતાં. તમારે હસવાનું છે અને તમારા મિત્રોને હસાવાના છે.
તમારે ફરવાનું છે, તમારા મિત્રો સાથે. મોંઘા
કેફેમાં ખાવા-પીવાનું છે, ગાડીઓમાં-બ્રાંડેડ
બાઇક પર રખડવાનું છે, વિડીયો ઉતારી રિલ અને સ્નેપ સ્ટોરી
ચડાવાની છે. આ બધામાં જો તમારા હ્યુમરનો છંટકાર આવી જાય તો કન્યા તમારાથી વધુ દૂર
નથી. અને માની લો તમે કન્યાને હસાવી લીધી, જોડે કેફે જવા, ગાડી કે બાઇક પર રખડવા તૈયાર થઈ જાય તો પણ ક્યારેય એકલા નહીં જવાનું.
મોટાભાગના લોકો આ જ એક
ભૂલ કરે છે. કન્યાએ જરાક રસ દેખાડ્યો એટ્લે એકલામાં મળવાની વાત શરૂ. પ્રારંભિક
મુલાકાતો મિત્ર સમૂહમાં ગોઠવાની. તમારા ગ્રૂપ મિત્રો સામે તમારે કન્યાને જે રીતની
લાઇન મારવી હોય મારો, જે
રીતે નજીક આવવું હોય આવો. આમાં બે વસ્તુ થશે. એક: તે કન્યા
જો તમારાથી ઇમ્પ્રેસ હશે તો તમારો સંગાથ માણસે, બીજું એવું
પણ બને કે તમને જાહેરમાં તતડાવે. બંને સંજોગમાં તમારો ફાયદો છે. જો કન્યા ગુસ્સે
થઈ ગઈ અને તમને વઢવા લાગે અથવા લાફો મારી દે તો તમારા સમૂહમાં સ્થાપિત થઈ જશે એ
કન્યા તમારી છે. થોડી વધારે મહેનત કરવાની, સંયમ રાખવાનો. પણ
વારે વારે એની નજીક જવું, મેસેજ/કોલ કર્યા કરવા, એને જોયા કરવું એવા બધા વેવલા વેડા ડેટિંગ ચાલુ થાય પછી જ જરૂર પડે
કરવાના. અત્યારથી રિલેશનની ઓથોરીટી સસ્તામાં નહીં આપી દેવાની. આપડે પુરુષ છીએ કઈક
ભૂલ સંબંધમાં કરવાના જ. જ્યારે એ ભૂલ થાય અને એ તમારા સેક્સ સુખ પર રોક લગાવે, ત્યારે આ બ્રહમાશ્ત્ર છોડવાનું છે. લગાદાર એનો હાથ પંપાળવો, એના વાળ સહેલાવા, એની પાછળ પાછળ ફર્યા કરવું. આવા
બધા વર્તન પાછળ છોકરીઓ ગાંડી હોય છે. જો લોંગ ડિસ્ટન્સ હોય તો કોલ મેસેજ ઠોકવાના, પણ આ બ્રહ્માશ્ત્ર છે યાદ રાખજો. આનો ઉપયોગ વર્ષે એકાદ વાર કરવાનો હોય.
નાના મોટા ઝઘડા વખતે ના કરતાં. બાકી, એ દૂર જતી રહેશે.
આવું કરવાથી કન્યા
ઇમ્પ્રેસ થશે જ એવું જરૂરી નથી પણ ગેરંટી સાથે કહું તમે એ ૧૨૦૦ ઘેટાઓના જુંડથી અલગ
જ સ્ટેન્ડ આઉટ થશો. મોટાભાગે છોકરી આગળ રેશનાલિટીનો ભેદ આપણે ભૂલી જતાં હોઈએ છીએ.
જેવુ વર્તન તમે અજનબી સાથે સમજણશક્તિથી કરતાં હોવ એટલું ગમતી સ્ત્રી સામે થતું
નથી. અજનબી શું ઓળખીતા પાળખિતા સાથે પણ સરખું નથી વર્તતા. અમારા વર્તુળમાં એક
મિત્ર હતો. હારો શિયાળિયો તમને મફતમાં મુખવાસ ના ખવડાવે અને લોકડાઉનમાં 300
કિલોમીટર દૂર એક મિત્રાણીને મોંઘી ડાર્ક ચોકલેટ બ્લિંક ઈટથી મોકલી આપી. કોઈ કન્યા
માટે તમે મિત્રોને ઓછા આંકશો તો તે કન્યા તમારી વેલ્યૂ નહીં કરે. કારણ તમે શું છો
એ તમારા મિત્રોથી ડિફાઇન થાય છે. જો તમે તમારી ડેફીનેશન જ પાકી નહીં રાખો તો મેળ
નહીં પડે. અને જો મેળ પડી પણ ગયો તો અન્ય સત્તર વાંધા વચકા ઊભા થશે. મિત્રો હશે તો
પણ વાંધા વચકા નીકળશે. પણ મિત્રો હશે તો કન્યા તમને ગમે તેમ ટ્રીટ નહીં કરી શકે.
તમારા સંબંધનો સૌથી
મોટો દુશ્મન તમારા પછી કોઈ હોય તો તે છે તમારી પ્રેમિકાની બેનપણી. તેણીના મિત્રોને
બહુ ગણકારવાના નહીં. તેઓ ફક્ત તેમની બેનપણીનું જ સારું વિચારે છે. તમે જાવ જનમની
ખાડીમાં. તમારા મા-બા પછી તમને ઓછા આંકવાવાળું કોઈ હોય તો તે છે ગર્લફ્રેંડની
બેનપણી. એ તમને તમારી લાયકાતથી હંમેશા ઓછા આંકશે. માટે આ બલાથી અંતર જાળવવું. હા, મળવાનું, વાતો
કરવાની. તેની બેસ્ટફ્રેન્ડનો બર્થડે
આવવાનો હોય તો કેક લાવવાની પહેલ તમારાથી જ થવી જોઈએ. જેથી તમારી પ્રેમિકાને લાગે
તમે સારા છો. ભલે, તેની બેનપણી સાથે ના બનતું હોય. આનાથી બે
વસ્તુ થશે. એક: તમારી ગર્લફ્રેંડને તમે ઓછા ગમવા લાગશો અથવા તમારું વર્તન નહીં
ગમે. તે ઓકેશનલિ ચિડાશે, ઝગડા કરશે પણ તમારે સાંભળી લેવાનું.
સામે દલીલ નહીં કરવાની. જેવો તમને બોલવાનો મોકો મળે એટ્લે બધો વાંક તેના પર ઢોળી
દેવાનો. તેણીના ફ્રેંડ્સનો વાંક કાઢવાનો. એ ખરાબ છે, એ મને
સરખું નથી બોલાવતી. એવું કહેવાનું. આવું કરવાથી ઝઘડો આગળ જઈ શકે છે પણ કરવું જરૂરી
છે. અહીં તમે રેખા દોરી રહ્યા છો તમારું પોતાનું એક વ્યક્તિત્વ છે. તમે પણ
સેલ્ફ-એસટીમ ધરાવો છો. કદાચ તે તમને બોલાવાનું ઓછું કરી દે. મળવાનું બંધ કરી દે. આ
સમયે તમારી પાસે તમારા મિત્રો હશે, એમની જોડે હસવાનું, ખાવાનું, ફરવાનું. તે પાછી આવશે. એને આવવું જોઈએ.
મિત્રો અને લવરનો ફર્ક એણે રાખવો જોઈએ. પુરુષો હ્રદયના એક ધબકારે બંને વચ્ચે
પ્રાયોરિટી આપવાનો ભેદ ઊભો કરી દે. કન્યાઓ આવી વાતો ના વિચારે. કારણ ડિફાઇન હોય છે
કે બેનપણી પહેલા પછી બીજા.
થોડા સમય સુધી તે
મળવાનું ઓછું રાખે પણ તમારે સોરી કહ્યા વગર કહેવાનું આમાં તમારો વાંક નથી. કોઈ
બીજા વ્યક્તિના કારણે તે એક સારો સંબંધ ખરાબ કરી રહી છે. બીજી કોઈ આડીઅવળી દલીલ
નહીં કરવાની. વખત આવતા તે તમને બોલાવશે. ક્યાં સુધી તમને અને તમારા મિત્રોને
કેફેમાં ખાતા, બ્હાર ફરતા, મસ્તી કરતાં સ્નેપ્સ/સ્ટોરીસ અને રિલ્સ જોયા કરશે? તમારી સાથે આવે તો પૈસા પણ એણે કાઢવાના આવે નહીં. તો ક્યાં સુધી દૂર
રહેશે? જ્યારે તે તમને બોલાવે ત્યારે તમે એક બદલાવ જોશો. તે
એવું વર્તન કરશે જાણે કઈ થયું જ નથી. પણ આ વર્તન દેખાડો છે. તેણે તમારી વિરુદ્ધ
કૂટનીતિ વિચારી લીધી હશે. કારણ તે હવે તમારા મિત્રો સાથે ફરવા નહીં માંગે. તે એના
મિત્રોને મળવાનો એકસ્ટ્રા ટાઈમ નિકાળશે પણ તમારા સમૂહમાંથી કોઈનું ડાચું જોવા પણ
નહીં માંગે પણ તમારે વારંવાર મિત્રો સાથેના ફોટા સોશ્યલ મીડિયા પર મૂકી એમનું
ડાચું ગર્લફ્રેંડ સામે રજૂ કરતાં રહેવાનુ. જેથી તે આમાં વિઘ્ન પડાવા હરકતમાં આવશે.
તે વિચારવા લાગશે કેવી રીતે તમને તમારા મિત્રોથી અલગ કરી શકાય? તે એકલા મળવા માંગશે. ફક્ત તે અને તમે. અહીં તમારો રસ્તો થઈ ગયો સાફ એકલા
મળવાનો. તમે નથી કહ્યું “ચલ એકલા મળીએ.” તે સામેથી બોલી છે. તમારી સેલ્ફ રિસ્પેક્ટ
જાળવી રાખી, વગર કગરીએ તમે સંબંધના એકદમ ખાનગી-ગહન પડાવ સુધી
પહોંચી ગયા છો. અહીં સુધી આવ્યા બાદ પણ મિત્રોને નહીં ભૂલતા. તેમને મળતા રહેવાનુ.
ક્યારેક મિત્રોને મળવા માટે ગર્લફ્રેંડ સાથે પ્લાન કેન્સલ કરી નાખવાનો. તો જ સંબંધમાં
બેલેન્સ રહેશે. કારણ તે પણ ઘણીવાર છેલ્લી સેકંડે પ્લાન ફેરવતી હશે. જો તમે પણ કરો
તો એક્સેપ્ટેબલ છે.
-કીર્તિદેવ

Comments
Post a Comment