શું ખાધાખોરાકી આપ્યા વિના છૂટાછેડા શક્ય છે? (Is divorce possible without paying alimony?)
( આ કોઈ કાયદાકીય સલાહ નથી. અહીં ટાંકેલી માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે , જે-તે વેબસાઇટની લિન્ક દર્શાવેલ છે. કોઈપણ કાયદાકીય નિર્ણય લેતા પહેલા વકીલ અને જાણકારની સલાહ લેવી. નીચે ટાંકેલા મુદ્દા સર્વસામાન્ય છે. અપવાદ બધે હોય.) ઘણાં કિસ્સા એવા પણ જોયા છે , જ્યાં ભરણપોષણ આપીને પણ જૂનું પાત્ર પૂર્વ પતિની બુરાઈ કરવાનું ચૂકતું નથી. દર મહિને ખાધાખોરાકી વસૂલી , એ જ પૈસે સંબંધીઓને ચા પર બોલાવી મેરીગોલ્ડ બિસ્કીટ ઉલાળતા પૂર્વપતિની ખોદણી કરવામાં આવતી હોય છે. બીજું કોઈ કામ તે બાઈને હોતું નથી. ઘરનું ગુજરાન ફારગતી કે પિતા ના પૈસાથી ચાલતું હોય . ઘરકામ કામવાળા બેન કરી આપે. દર મહિને હપ્તા( ભરણપોષણ ) ના પૈસાથી કામ વાળા બેન ને પગાર ચૂક વ વામાં આવે. તો જીવનમાં બચ્યું શું ? કયા કર્તવ્યો કરવા ? આ ભવમાં માણસ તરીકે જનમ લઈ હવે તેનો હેતુ શું બચ્યો ? જવાબ. ભૂતપૂર્વ પતિને વગોવવું. આ એકમાત્ર વગોવવાના ઉદ્દેશ્યને તે બાઈ તન , મન અને લગનથી પાર પાડ વા મંડી પડે છે. તે બાઈ માટે કમાનાર પૂર્વપતિને પ્રશ્ન થાય “ હું કોના માટે જીવું છું સરકાર ના ટેક્ષ માટે કે વસૂલી ( ખાધાખોરાકી ) માટે ?”...