Posts

માસ્ટર ઓફ રિલેશનશિપ્સ (ફક્ત પુરુષો માટે)

Image
  માસ્ટર ઓફ રિલેશનશિપ્સ (ફક્ત પુરુષો માટે) ભારતમાં પુરુષો કરતાં સ્ત્રીઓના વધતાં જતાં વસ્તી ક્રમાંક સામે , એક એવરેજ કન્યાના મેસેજ સેક્શનમાં ચાલીસ - પચાસ છોકરાઓની અનસીન મેસેજ-રિકવેસ્ટ જોવા મળવી ચિંતાજનક છે. પુરુષોના સન્માન ખાતર મેં ફક્ત ચાલીસ-પચાસ લખ્યા. બાકી , સાચો આંકડો ક્ષોભજનક છે. મારી એક મિત્રાણીએ તેમનું મેસેજ રિકવેસ્ટનું સેક્સન બતાવીને કહ્યું “આટલા બધા નવરાઓના અકાઉન્ટ હેન્ડલનું નામ વાંચતાં પણ કંટાળો આવે છે , મેસેજ જોવાનો તો ટાઈમ જ નથી. હું તો ફોલો રિકવેસ્ટ પણ જોતી નથી. ” આ વાત એમણે મને લટાર મારતા-મારતા કીધી હતી. બોલો , મેડમને કોનો મેસેજ આવ્યો છે એ જાણવામાં પણ રસ નથી , તો પણ અઢળક પુરુષો એમને મેસેજ કરે છે. મેં મારી નજરે ૧૨૦૦ જેટલી મેસેજ રિકવેસ્ટ એના અકાઉન્ટમાં પેન્ડિંગ જોઈ હતી. એની પ્રોફાઇલ લોક હતી ‘ ને ફક્ત ૫૦૦ જેટલા ફોલોવર્સ.   આ હાલત થઈ ગઈ છે દેશના યુવાનોની. યુવતીનું ડીપી જોઈને ૧૨૦૦ રિકવેસ્ટ ભેગી થઈ જતી હોય તો ઓપન પ્રોફાઇલમાં શું ધોળકું ધોળ્યું હશે ? અને એવું નથી કે ઓનલાઈન જ યુવકો અધીરા બન્યા છે. ઓફલાઇન પણ એવી જ હાલત છે. યાર આખી ઓફિસમાં કે જિમમાં એક યુવતીને જ...

લફરું કરતી વખતે શું ધ્યાનમાં રાખશો અને જો લફરું કરતાં પકડાઈ જાવ તો તાત્કાલિક ધોરણે શું કરશો?

Image
(આ લેખ મનોરંજન માટે છે , હું લફરા કરવાની તરફેણમાં નથી. આ તો કેટલાક વૈજ્ઞાનિક તથ્યો પરથી અને લફરાં જોયા પછી આવેલા વિચારો નીચે રજૂ કર્યા છે. ) ગામેગામ મહાનુભાવોની યશગાથા ગવાતી હોય છે , એમ ગામેગામ લફરા થતાં હોય છે. ઘરમાં , આડોશ-પાડોશમાં , કામના સ્થળે , રસ્તામાં વગેરે. કોઈપણ સ્થળે-પ્રસંગે કાંડ મંડાઇ જતું હોય છે. લફરાબાઝી કરવાનો જો ઇતિહાસ જોઈએ તો કોઈ ચોક્કસ સમય કહી ના શકાય પણ રાજાશાહી વખતે પુરુષો પાસે વધારે સત્તા હતી ત્યારે તેઓ લફરાંનો વિકલ્પ પસંદ કરી શકતા અને પછી ઘરમાં કંકાસ થતો. કંકાસ અટકાવા જ કદાચ દેવવાસી અને ગણિકાઓની વ્યવસ્થા એ સમયે પ્રચલિત થઈ હશે. ખબર નહીં. પણ ધીમે-ધીમે દેશ આગળ વધતો ગયો , વૃદ્ધિ થતી ગઈ અને પુરુષો પાસે જે વધારે સત્તા હતી. તે ઓછી થઈ ગઈ અને હવે સ્ત્રીઓ પાસે સમાન અથવા પુરુષ કરતાં વધારે સત્તા આવી ગઈ છે. માટે સ્ત્રીઓ પણ છાતી ઠોકીને છાનામાના લફરાં કરી શકે છે. આવા અવૈધ સંબંધમાં બહુ ધ્યાન રાખવું પડે એમ છે. તમારી પાસે જો પૂરતી સમજણ(સ્માર્ટનેસ) ન હોય તો પકડાઈ જવાની શક્યતા વધી જાય છે.  લફરું કરતી વખતે શું ધ્યાન રાખશો ? એ જાણતા પહેલા પ્રથમ તો એ સમજીએ લફરું કરવાની જરૂર શા...

શું ખાધાખોરાકી આપ્યા વિના છૂટાછેડા શક્ય છે? (Is divorce possible without paying alimony?)

Image
    ( આ કોઈ કાયદાકીય સલાહ નથી. અહીં ટાંકેલી માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે , જે-તે વેબસાઇટની લિન્ક દર્શાવેલ છે. કોઈપણ કાયદાકીય નિર્ણય લેતા પહેલા વકીલ અને જાણકારની સલાહ લેવી. નીચે ટાંકેલા મુદ્દા સર્વસામાન્ય છે. અપવાદ બધે હોય.)   ઘણાં કિસ્સા એવા પણ જોયા છે , જ્યાં ભરણપોષણ આપીને પણ જૂનું પાત્ર પૂર્વ પતિની બુરાઈ કરવાનું ચૂકતું નથી. દર મહિને ખાધાખોરાકી વસૂલી , એ જ પૈસે સંબંધીઓને ચા પર બોલાવી મેરીગોલ્ડ બિસ્કીટ ઉલાળતા પૂર્વપતિની ખોદણી કરવામાં આવતી હોય છે. બીજું કોઈ કામ તે બાઈને હોતું નથી. ઘરનું ગુજરાન ફારગતી કે પિતા ના પૈસાથી ચાલતું હોય . ઘરકામ કામવાળા બેન કરી આપે. દર મહિને હપ્તા( ભરણપોષણ ) ના પૈસાથી કામ વાળા બેન ને પગાર ચૂક વ વામાં આવે. તો જીવનમાં બચ્યું શું ? કયા કર્તવ્યો કરવા ? આ ભવમાં માણસ તરીકે જનમ લઈ હવે તેનો હેતુ શું બચ્યો ? જવાબ. ભૂતપૂર્વ પતિને વગોવવું. આ એકમાત્ર વગોવવાના ઉદ્દેશ્યને તે બાઈ તન , મન અને લગનથી પાર પાડ વા મંડી પડે છે. તે બાઈ માટે કમાનાર પૂર્વપતિને પ્રશ્ન થાય “ હું કોના માટે જીવું છું સરકાર ના ટેક્ષ માટે કે વસૂલી ( ખાધાખોરાકી ) માટે ?”...

બ્રેકપથી કેમનું બચવું?

Image
  બ્રેકપથી કેમનું બચવું ?  ( How to avoid breakup)   ( આ લેખ ફક્ત લગ્ન વગરના સંબંધ માટે છે , પરણિત લોકો અમલ કરવા જાય તો કદાચ જોઈતું પરિણામ ન પણ મળે.)   કો નું બ્રેકપ થવાનું છે કોને ખબર ? તે વ્યક્તિને પોતાને પણ ના ખબર હોય કુંવારાપણું એની વાટ જોઈને ઉભુ હશે. પ્રિયપાત્ર ને ઘડિયાળ ભેટ આપી હોય અને એ જ ઘડી તેમના સંબંધની અંતિમ ઘડી બની જાય . કોને ખબર ? જો તમને લાગતું હોય કે મારો સંબંધ અનિશ્ચિત છે તો ચોક્ક્સ ચેતી જવું જોઈએ અને સંબંધ પર કામ કરવાનું શરૂ કરી દેવું જોઈએ.   બ્રેકપથી બચવા શું કરી શકાય ?   એ પ્રશ્ન પર આવતા પહેલા જાણી લઈએ તમારા અને (તમારા) પ્રિયપાત્રના સંબંધમાં તમારું શું સ્થાન છે ? દરેક સંબંધમાં કોઈ એક પાસે સત્તા હોય છે. એને સર્વોચ્યતા/ચઢિયાતું/પિતૃપ્રધાન કહી શકાય. (ઉચ્ચતા માટે બીજો યોગ્ય સમાનાર્થી શબ્દ મળ્યો નહીં માટે પિતૃપ્રધાન લખ્યું ) આ પાવર મુજબ તે વ્યક્તિ બાંધછોડ રાખી શકે છે , મનમાની કરી શકે છે. બંને માટે સ્વ નિર્ણય લઈ શકે છે. જો તે બે વ્યક્તિ મોડર્ન / શહેરી હોય , “સ્ત્રી- પુરુષ સમાનતા ” માં માનતા હોય , તેમના સંબંધમાં પણ આવું જ હોય ...